Wednesday, May 9, 2012

Blog is being updated.

I am updating few previous posts which doesn't have Author name and/or link to original post. You will find it soon.
If you find any post having wrong author name or not named on author then kindly update me.

Thanks.

યમરાજે છોકરીને પુછ્યું, તે ક્યારેય કીસ કરી છે


યમરાજે ત્રણ છોકરીઓને કીસ કરી છે કે નહીં તે અંગે પુછ્યું હતું.

પ્રથમ છોકરી- લગ્ન પહેલાં

યમરાજ- નર્કમાં જાઓ

બીજી છોકરી- લગ્ન પછી

યમરાજ- સ્વર્ગમાં જાઓ

ત્રીજી છોકરી- ક્યારેય નહીં

યમરાજ- સાઇડમાં આવો!

-

DivyaBhaskar Jokes

એરહોસ્ટેસને જોઈ પોપટે મારી સીટી


એક પોપટ (પક્ષી) અને તેનો માલિક વિમાનમાં સફર કરી રહ્યાં હતા.
એરહોસ્ટેસને જોઈ પોપટે સીટી મારી.
એરહોસ્ટેસે પાછું વળીને જોઈ સ્માઈલ આપી.…

આ જોઈ પોપટના માલિકે પણ સીટી મારી…

એરહોસ્ટેસ નારાજ થઈ ગઈ અને તેણે ફરીયાદ કરી દીધી…
બન્નેને વિમાનમાંથી બહાર ફેંકી દેવાની જાહેરાત થઈ…

દરવાજા પર પોપટે માલિકને કહ્યું
ઉડતા આવડે છે?
માલિક: નહીં

પોપટ: તો પછી સીટી શું કામ મારી???!!!

-
DivyaBhaskar Jokes

માં નું ઉધાર


જો આંગળી કપાય તો લોહીની ધાર નીકળે,
લોહીના બુંદેબુંદમાં મારી માં નું ઉધાર નીકળે. … …

તારા હિસ્સાની રોટલીઓ પધરાવી મેં પેટમાં,
ને તોય માં તારા મુખે થી ઓડકાર નીકળે.

તારા આ કાળિયાને એવો શણગારતી,
જાણે સજીને સાજ આખી સરકાર નીકળે. …

પહેલામાં નિશાળે જાતા જો રડી પડું હું તો,
એની આંખોમાંથી ય આંસુ ચોધાર નીકળે.

મારી સફળતાને એક’ દિ ફંફોસી જોઈ મે,
મારી માવલડીના સપના સાકાર નીકળે.

દાળ જો ના ગળે એના પૌત્રની પપ્પા પાસે,
તો બાની ઓઢણીના છેડેથી કલદાર નીકળે.

સાત જન્મોની સઘળી પુંજી લગાવી દઉં,
તોય મારી માવડી મારી લેણદાર નીકળે.

- સાજીદ સૈયદ

માતા-પિતાની છત્રછાયામાં


હયાત માતા-પિતા ની છત્રછાયામાં,
વ્હાલપના બે વેણ બોલીને નીરખી લેજો,
હોઠ અડધા બીડાઈ ગયા પછી,
ગંગાજળ મુકીને શુ કરશો....?

અંતરના આશીર્વાદ આપનારને,
સાચા દીલથી એક ક્ષણ ભેટી લેજો,
હયાતી નહી હોય ત્યારે નત મસ્તકે,
છબીને નમન કરીને શુ કરશો....?

કાળની થપાટ વાગશે,અલવિદા એ થઈ જશે,
પ્રેમાળ હાથ પછી તમારા પર કદી નહી ફરે,
લાખ કરશો ઊપાય તે વાત્સલ્ય લ્હાવો નહી મળે,
પછી દિવાનખંડમા તસ્વીર મુકીને શું કરશો...?

માતાપિતાનો ખજાનો ભાગ્યશાળી પુત્રને મળે,
શ્રવણ બનીને ઘડપણની લાકડીત મે બનજો,
સ્નેહ ની ભરતી આવી ને ચાલી જશે પલમાં,
પછી કીનારે છીપલાં વીણીને શું કરશો.....?

હયાત હોય ત્યારે હૈયુ તેમનુ ઠારજો,
પાનખર મા વસંત આવે એવો વ્યવહાર રાખજો,
પંચભુતમા ભળી ગયા પછી આ દેહના,
અસ્થિને ગંગામા પધરાવીને શું કરશો.....?

પૈસા ખર્ચતા સઘળૂ મળશે માતા-પિતા નહી મળે,
ગયો સમય નહી આવે લાખો કમાઈને શું કરશો,
પ્રેમ થી હાથ ફેરવીને "બેટા" કહેનાર નહી મળે,
પછી ઉછીનો પ્રેમ લઈને આંસુ સારીને શું કરશો...?

હેતથી હાથ પકડી કયારેક તીર્થ સાથ ફરજો,
અડસઠ તીર્થ તેના ચરણોમાં, બીજા તીર્થ ફરશો નહી,
માતદેવ ભવ,પિતદેવો, સનાતન સત્ય છે,
પછી રામનામ સત્ય છે બોલીને શું કરશો....?

- દિલિપ્ કુમાર શાહ

Friday, May 4, 2012

ફાલતુ’ સવાલોના ‘ફાલતુ’ જવાબો


ફાલતુ’ સવાલોના ‘ફાલતુ’ જવાબો 

મંદિરના પગથીયા ઉતરતા હોઈએ ત્યારે કોઈક સામે મળે ને પૂછે: “કેમ? દર્શન કરી આવ્યા?” 

“ના. મંદિરમાં અંદર લાઈન મારવા ગયો હતો!”

***

સવારે તૈયાર થઈ બ્રીફકેસ લઈ ઘરેથી બહાર નીકળીએ, પડોસી પૂછેઃ “શું નોકરી પર જાવ છો?”
“ના. બગીચામાં આંટો મારવા નીકળ્યો છુ!”

***

દીકરીના લગન પછી…“શું દીકરી ને વરાવી?”

“ના., આ તો હવાફેર કરવા એના સાસરે ગઈ છે!”

***

” શું દીકરાને પરણાવી આવ્યા?”

” ના., ના, આ તો બાજુના ગામમાંથી સાતફેરા ફેરવીને, મંગલસુત્ર પહેરાવીને, વીંટી પહેરાવીને અને છેડા બાંધીને ઓળખીતાની દીકરીને ઘરે લઈ આવ્યા!”

***

કાકાને વરંડામાં ચા પીતાં જોઈ ને…” શું કાકા ચા પીવો છો?”

” ના., રકાબી ચાટું છું!”

***

હોસ્પીટલમાં દાખલ કરેલ દર્દી વિશે પૂછતાં.”કેમ હોસ્પીટલમાં? તબીયત નરમ ગરમ રહે છે?”

” ના., ના., આ તો નર્સો પર લાઈનો મારવાની ઈચ્છા થયેલ એટલે



-
મહેન્દ્ર શાહ
Read original post @ funngyan.com

Sunday, April 8, 2012

તારે નામે લખું છું - કુમાર પાશી


તારે નામે લખું છું : સિતારા, પતંગિયા, આગિયા
તારા રસ્તાઓ સીધા સરળ હોય
એના પર છાયા હોય ઝગમગતા આકાશની
અણદેખ્યા વિશ્વનાં રૂપાળાં રહસ્યો ખૂલતાં જાય તારા પર
જેથી આંખોમાં તારી સ્વપ્નો હોય ઊંચેરી ઉડ્ડયનનાં

તારે નામે લખું છું : આનંદ, આરજૂ, ખુશબૂ
તારો એકએક દિવસ ખૂબસૂરત હોય, નમૂનેદાર હોય
તારી કોઈ પણ રાત ચાંદ-તારાથી ખાલી ન હોય
સવાર થતાં જ્યારે તું ઊઠે
તારી સામે ફેલાયેલી હોય દિશાઓ ફૂલોની
જ્યારે રાત આવે
તારી આંખોમાં સ્વપ્ના હોય હિંડોળાના

તારે નામે લખું છું : એ આખુંય ખુશનુમા શહેર
જે મેં જોયું નથી
તારે નામે લખું છું સઘળાએ ખૂબસૂરત શબ્દો
જે મેં લખ્યા નથી

તારે નામે ઊજળી સવાર, રંગીન સાંજ લખું છું
સનાતન જામ લખું છું
જે સુખની ક્ષણો મને પ્રાપ્ત થઈ છે એ બધી જ તારે નામે લખું છું
તારે નામે લખું છું.

- કુમાર પાશી (ઉર્દૂ કવિ)
( અનુવાદ- સુરેશ દલાલ)
Related Posts Plugin for WordPress, Blogger...